સરોજિની નાયડુ
હિંદના ‘ બુલબુલ ’ ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦ પંક્તિઓ કાવ્યસ્વરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ રચી નાખ્યું.તેઓ સ્ત્રીસેવા , સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાદૂબ રહેતાં. ગાંધીજીના એક અનન્ય શિષ્ય તરીકે તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે. એમના કાવ્યસંગ્રહોમાં બર્ડ ઓફ ટાઇમ , બ્રોકન વિંગ , પોએમ્સ ઓફ લાઇફ એંડ ડેથ સમાવિષ્ટ થાય છે. આઝાદી પછી યુક્ત પ્રાંતના ગવર્નર બન્યા હતા. એ સ્થાન પર ફરજ બજાવતાં જ લખનૌંમાં અવસાન પામ્યાં. સ્વર મીઠાશને કારણે લોકો તેમને ‘ હિંદનું બુલબુલ ’ કહેતા.ભારતીય સાહિત્યની સમૃદ્ધી માટે શ્રીમતી નાયડુને સદૈવ યાદ કરવામાં આવશે.



Comments
Post a Comment